બાલસંસદની ચુંટણી કરવા માટે EVM Voting Machine મોબાઈલ એપનું સેટીંગ કઈ રીતે કરવું તેની વિગતે સમજ..........
EVM : Voting Machine મોબાઈલ એપની મદદથી બાલસંસદની ચૂંટણી કરવા માટે સૌ પ્રથમ બે મોબાઇલ ફોનની જરૂર
પડશે.
સૌ પ્રથમ બંને
મોબાઈલમાં અહીં આપેલી લિંક પરથી અથવા Play Store પરથી EVM : Voting Machine App ડાઉનલોડ કરી લો.
EVM : Voting Machine App ડાઉનલોડ કરવા માટે :
Mobile App For Bal Sansad Election : Click Here.
હવે Voting Machine App ઓપન કરી Set password
protection માં જઈ ચાર અંકનો કોઈ પાસવર્ડ સેટ કરો.
હવે જે મોબાઇલને
બેલેટ યુનિટ તરીકે વાપરવો હોય તે મોબાઈલમાં EVM મેનુમાં જઈ તેનો
ઉપરનો ભાગ ચાર અંકના સેટ કરેલા પાસવર્ડથી ઓપન કરી ગુલાબી
રંગનાં Cand Set માં જઈ ADD
CANDIDATES માં તમામ ઉમેદવારના નામ અને
ફોટો વગેરે લખી અને તેને સેવ આપો. અને તે ભાગ બંધ કરી દો.
હવે તેનો નીચેનો
ભાગ ચાર અંકના સેટ કરેલા પાસવર્ડથી ઓપન કરી તેમાં
ક્લિયર બટન દબાવીને તે બંધ કરી દો.
હવે જે મોબાઇલને
કંટ્રોલ યુનિટ તરીકે વાપરવું હોય તે મોબાઈલની એપ ખોલીને Control other device માં જઈ See Key બટન પ્રેસ કરો જેથી તેમાં ઉપર 13 અંકનો એક નંબર દેખાશે તે નોંધી લો.
હવે બેલેટ યુનિટ
તરીકે જે મોબાઈલને વાપરવાનો હોય તેમાં એપ ઓપન કરી તેમાં Controlled by other મેનુમાં જઈ ચાર અંકના સેટ કરેલા પાસવર્ડથી ખોલી તેમાં જે આપણે 13 અંકની Key નોંધેલી હતી તે
એન્ટર કરી Control this device
પર ક્લિક કરો એટલે બંને મોબાઈલ કનેક્ટ થઈ જશે.
હવે કંટ્રોલ યુનિટ
વાળા મોબાઇલમાં જઈ નીચે Ballot
Controller Allow voting થી બેલેટ આપો
એટલે વોટિંગ શરૂ થઈ જશે.
હવે બેલેટ યુનિટવાળા
મોબાઈલમાં ઉમેદવારના નામ દેખાશે તેમાં વિદ્યાર્થીને પોતાના ગમતા ઉમેદવારના સામેના વાદળી બટન દબાવી વોટ કરવા
દો.
મતદાનના અંતે કંટ્રોલ યુનિટ વાળા મોબાઇલમાં જઈ નીચેનો ભાગ ચાર અંકના પાસવર્ડથી ઓપન કરી Voting Close કરી દો.
પરિણામ જોવા માટે :
પરિણામ જોવા માટે જે મોબાઈલને બેલેટ યુનિટ તરીકે ઉપયોગ કર્યો હોય તે મોબાઇલમાં જઈ નીચેનો ભાગ ચાર અંકના પાસવર્ડથી ઓપન કરી Result બટન દબાવો એટલે ઉપરના લાલ ભાગમાં ઉમેદવારના નામ સાથે મળેલા વોટ પણ દેખાશે.
Post a Comment
Post a Comment